લોકડાઉન બાદ ઉદ્યોગો શરૂ કરવા ગૃહમંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કર્યા


ગૃહ મંત્રાલયે કહ્યું- યુનિટમાં કામ શરૂ થયાના પહેલા અઠવાડિયાને ટ્રાયલ પીરિયડ માનવામાં આવે

દેશમાં લોકડાઉનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થઈ જશે. હવે કેન્દ્રીય મંત્રાલયે લોકડાઉન બાદ ઉદ્યોગોને ફરીથી શરૂ કરવા માટે કેટલીક ગાઈડલાઈન્સ જારી કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, કોઈપણ યુનિટમાં કામ શરૂ થયાના પહેલા અઠવાડિયાને ટ્રાયલ પીરિયડ માનવામાં આવશે. 
ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિટને ફરીથી શરૂ કરવામાં સમય લાગશે, પહેલા અઠવાડિયાને ટેસ્ટ રન પીરિયડ માનવામાં આવે. તમામ સુરક્ષા અને પ્રોટોકોલ કરવામાં આવે અને વધારે પ્રોડ્શન કરવાના લક્ષ્ય હાંસેલ કરવાના પ્રયાસ ના કરે. આ ઉપરાંત જોખમ ઘટાડવા માટે તમામ ઉપકરણોને સેનિટાઈઝ કરવામાં આવે. 
આ ઉપરાંત દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે, કારખાનાને બે-ત્રણ દિવસમાં સાફ-સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. મજૂરોને આવાસ અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાફ-સફાઈ કરવામાં આવે.

Post a Comment

0 Comments