લખતરમાં ધોમ પીવાઈ ગયો દેશી દારૂ ???



સુરેન્દ્રનગરના લખતરમાં કાયદેસર તલાવડી કાંઠેથી દેશી દારૂમાં વપરાયેલી સેંકડો કોથળીનો જથ્થો આમ આદમીઓની નજરમાં આવી જતા સૌમાં કૌતુક ફેલાયું છે. ચબરાક લોકો કહે છે કે પ્રવર્તમાન સમયમાં કોરોના વાઇરસને કાબુમાં લેવા દેશભરમાં લોકડાઉન અમલી છે.

બીડી, તમાકુ, પાન, ફાકી અને માવા, સિગારેટ માટે વ્યસનીઓ રીતસરના ઝૂરી રહ્યાં છે આમ છતાં આવી વસ્તુઓ મળતી નથી અને મળે તો કાળાબજારમાં ખરીદવી પડે છે. ત્યારે ગાંધીજીના ગુજરાતમાં કેટલી માત્રામાં દેશી દારૂ પીવાય છે તે વાતના હજુ વધુ પુરાવાઓની જરૂર છે ખરી ? સબકો સન્મતિ દે(ગાંધીજી) ભગવાન !!

Post a Comment

0 Comments