ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદન આગાહી કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, 19 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરેસાદ ખાબક્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આજે અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારથી અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળતાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ સામાન્યથી હળવો વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

0 Comments