ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો નીટ, ગુજકેટ, જેઇઇ મેઇન્, એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.
ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું
આ માટેની સૌથી સાદી અને સરળ ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ કે ધો.12 બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
NEET ના સ્કોરના આધારે પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે અને તેના માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
NEET ના સ્કોર વગર ફિઝિયોથેરાપી સમેતના કોર્સમાં પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી વગેરે અભ્યાસક્રમોની કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે. આ કોર્સમાં નીટના સ્કોરની આવશ્યકતા નથી. આ માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના સ્કોરના આધારે પ્રવેશ મળે છે એ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
સમગ્ર દેશની સરકારી મેડીકલ ડેન્ટલ કોલેજની 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી માટે
સમગ્ર દેશમાં આવેલી સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષની 15 ટકા બેઠકો પર નેસનલ કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરીને પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ બેઠકો પર મેરીટની ગણતરી ફક્ત નીટ ના માર્કસના આધારે જ કરવામાં આવે છે. આ કમિટીને મેડીકલ કાઉન્સેલિંગ કમિટી કહેવામાં આવે છે.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ મેડીકલ અને ડેન્ટલ કોલેજોની સમગ્ર દેશની 15 ટકા ક્વોટાની બેઠકો પર હાથ ધરવામાં આવતી પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
બી.ફાર્મ. (ફાર્મસી) ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.), ડોક્ટરેટ ઓફ ફાર્મસી (ફાર્મ.ડી. છ વર્ષનો કોર્સ) તેમજ ડી.ફાર્મ. ડિપ્લોમા ઇન ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશની રાજ્યસ્તરની કાર્યવાહી રાજ્ય સરકાર નિયુક્ત કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં ધો.12 પીસીબીના 60 ટકા તેમજ ગુજકેટના 40 મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી બી.ફાર્મ. કોર્સમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે. એ પૂર્વે આ વેબસાઇટ પરથી પીન નંબર કેવી રીતે મેળવવો તે અંગેની માહિતી મેળવી લેવાની રહેશે.
એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી વગેરેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એગ્રિકલ્ચર સેક્ટરમાં વેટરનરી સાયન્સ, એગ્રિકલ્ચર સાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારની સત્તાવાર કમિટી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ધો.12 પીસીબીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે
ઉપરની લિંક ક્લીક કરવાથી ગુજરાતમાં ધો.12 બાયોલોજી પાસ કર્યા પછી ચાલતા એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.એસસી. કોલેજોમાં પ્રવેશ માટે
દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. આ યુનિર્વસિટી સંલગ્ન કોલેજોમાં ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ બી.એસસી. માઇક્રોબાયોલોજી, બી.એસસી. એન્વાયરન્મેન્ટલ સાયન્સ, બી.એસસી. બાયોટેક વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી કેન્દ્રીયકૃત રીતે ઓનલાઇન હાથ ધરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દોરી જશે. આ વેબસાઇટ પરથી ફર્સ્ટ ઇયર બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગેની લિંક ઉપલબ્ધ થઇ શકશે. તા.23મી મે સુધી આ યુનિર્વસિટીએ બીએસસી પ્રવેશ કાર્યવાહી અંગે કોઇપણ પ્રકારની માહિતી જારી કરી નથી.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે
દક્ષિણ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે
સૂરત જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ પીપી સવાણી યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
0 Comments