ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓએ ક્યાં-ક્યાં પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવા ? તેની જાણકારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો નીટ, ગુજકેટ, જેઇઇ મેઇન્, એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.

ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું

આ માટેની સૌથી સાદી અને સરળ ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ કે ધો.12 બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

નેશનલ લેવલની એન્જિનિયરિંગ કોલેજો

  • IIT, NIT, IIIT, CSAB માટે અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે, એના માટેની વેબસાઇટનું નામ જોસા (જે.ઓ.એસ.એ.એ.)

ગુજરાતની એન્જિનિયરિંક કોલેજો

  • ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે

ગુજરાતની ફાર્મસી કોલેજો

  • બી.ફાર્મ.માં એ ગ્રુપના વિદ્યાર્થીઓ પણ પ્રવેશપાત્ર છે. ગુજરાતની તમામ ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે

આર્કિટેક્ચર કોર્સ ચલાવતી કોલેજો

  • બી.આર્કીટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા કરવામાં આવે છે. તેના માટે પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે.

એગ્રિકલ્ચર યુનિવર્સિટી સંચાલિત કોર્સ

  • ફુડ પ્રોસેસિંગ, ડેરી ટેક્નોલોજી, એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ વગેરે અભ્યાસક્રમો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે તેના માટે અલગ ફોર્મ ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી કરવું પડે છે.

સ્થાનિક સરકારી યુનિવર્સિટીઓના બી.એસસી. કોર્સ

  • સ્થાનિક યુનિવર્સિટીઓમાં જેમકે દક્ષિણ ગુજરાતમાં વીએનએસજીયુ, વડોદરામાં એમ.એસ. યુનિ, આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે જેવી દરેક યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં ચાલતા બી.એસસી.ના અભ્યાસક્રમો માટે સ્થાનિક યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.

ઉકા તરસાડીયા, પી.પી. સવાણી યુનિવર્સિટીના કોર્સ

  • પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેવી કે ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, અંકલેશ્વર કોસંબા નજીક આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટી વગેરેના અભ્યાસક્રમો માટે આ બન્નેની યુનિવર્સિટીઓની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.


ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે

દક્ષિણ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

www.utu.ac.in/Admission.html

ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.

કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે

સૂરત જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

www.ppsu.ac.in/

ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ પીપી સવાણી યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.

Post a Comment

0 Comments