અમદાવાદ : બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ધીરે-ધીરે મજબૂત બની રહ્યું છે અને આગામી એકાદ બે દિવસમાં આ વાવાઝોડું 1000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે અને ભારતના પૂર્વ કિનારે આગામી 48 કલાકમાં ટકરાશે.
આગામી 24 કલાકમાં આ લો પ્રેશર હવે એક વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને ચેન્નાઈના કાંઠે 600 કિમી પ્રતિ કલાકે 16મી મેના રોજ અથડાશે. તેની અસર આજે પૂર્વોત્તર અન દક્ષિણ-પૂર્વના છેવાડાના રાજ્યોમાં જોવા મળી છે.
હવામાન વિભાગે જાહેરાત કરી છે કે, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમય પહેલાં આવી શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાસિકમાં અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે નાસિકની આસપાસના જિલ્લામાં પણ લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ક્ષેત્ર અને તેની સાથેના દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું હોવાથી ચક્રવાતની પણ આગાહી છે, જેના પગલે દેશના 12 રાજ્યમાં વરસાદ પડી શકે છે.
16 મે સુધી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન
દેશ હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કરી રહ્યો છે. ત્યારે દેશનાં હવામાનમાં અચાનક પલ્ટો આવી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગમી 16મી મેની આસપાસ અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઇ જશે, એટલે સામાન્ય તારીખ કરતા છ દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થવા જઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદામાન નિકોબાર પર સામાન્ય રીતે ૨૦મી મેએ ચોમાસાની શરૂઆત થતી હોય છે, જોકે આ વખતે છ દિવસ વહેલા વરસાદ પડવાની શક્યતાઓ છે. અંદામાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થાય તેના ૧૦-૧૧ દિવસ બાદ કેરળમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય છે. સાથે જ ૧૬મી તારીખે અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
અતી ઝડપે પવન પણ ફુંકાશે અને વાવાઝોડુ આવશે
બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૬મી મેએ અંદામાન નિકોબારમાં જ્યારે વરસાદ પડવાની શરૂઆત થશે ત્યારે તેની સાથે અતી ઝડપે પવન પણ ફુંકાશે અને વાવાઝોડુ આવશે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ પવન ફુંકાઇ શકે છે જેને પગલે ધુળ અને માટીની પણ હવામાં ભળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)નું અનુમાન છે કે ઉત્તર ભારતના અનેક શહેરોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. પ્રતિ કલાક ૭૦ કિમીની ઝડપે હવા ફુંકાઇ શકે છે સાથે જ સામાન્ય વરસાદ પડવાની પણ આગાહી છે. જોકે આ વરસાદ વાવાઝોડાને કારણે આવશે ચોમાસાની શરૂઆત થવામાં હજુ સમય લાગશે.
વાવાઝોડાને પગલે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ
વાવાઝોડાને પગલે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ પણ જારી કરી દીધુ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હાલ હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. જેને પગલે આવા વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ આપ્યું છે અને લોકોને બહાર નીકળતી વેળાએ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ ગત રવિવારે પણ વાદળ છવાયું વાતાવરણ હતું તેવુંજ વાતાવરણ બુધવાર અને ગુરુવારે પણ જોવા મળી શકે છે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
કેટલાક રાજ્યોમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે
જે રાજ્યોમાં આ વાવાઝોડાની અસર હશે ત્યાં તાપમાન ૨૬થી ૩૪ ડીગ્રી વચ્ચે રહેવાનુ અનુમાન છે. પશ્ચિમ બંગાળમાં સાતમી જૂને ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે નિશ્ચિત તારીખ કરતા બે દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થશે. જોકે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થવામાં ત્રણથી સાત દિવસ મોડુ થઇ શકે છે. દિલ્હીમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ૨૩મી જૂને થતી હોય છે આ વખતે આ તારીખ ૨૮મી જુન હોવાનંુ અનુમાન છે. એટલે કે કેટલાક રાજ્યોમાં ચોમાસાની વહેલા શરૂઆત થશે જ્યારે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં સાત દિવસ મોડુ ચોમાસુ શરૂ થવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં કરા અને વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
0 Comments