પ્રભાત પુરોહિત, પાંડુકેશ્વર/બદ્રીનાથ ધામઃ ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના કપાટ આજે સવારે 4:30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારની સાથે ખોલવામાં આવ્યા. COVID-19ના કારણે લાગુ લૉકડાઉન (Lockdown)ની વચ્ચે મુખ્ય પૂજારી સહિત માત્ર 28 લોકોની હાજરીમાં ભગવાન બદ્રી વિશાલના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ કારણે જ મુખ્ય પૂજારી સહિત પસંદગીના લોકોને જ કપાટ ખોલતી વખતે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી. ભગવાન બદ્રી વિશાલની આજે પહેલી અભિષેક પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવશે, જેથી કોરોના વાયરસ નામની મહામારીને દેશ અને સંસારથી દૂર કરવામાં સૌને સફળતા મળે. સવારે દ્વાર પૂજનની સાથે જ મંદિરમાં મુખ્ય પૂજારી રાવલ તથા અન્ય હક હકૂકભારિયોની હાજરીમાં ભગવાન બદ્રી નારાયણના કપાટ ખોલવામાં આવ્યા. ભગવાન બદ્રી વિશાલના કપાટ ખોલતાં પહેલા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. આજે વહેલી પરોઢે જ્યારે કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ તો મંદિરની ભવ્યતા દિવ્ય લાગતી હતી.
Uttarakhand: The portals of Badrinath Temple opened at 4:30 am today. 28 people including the Chief Priest was present at the temple when its portals opened. pic.twitter.com/jVDGmoZ9Vs— ANI (@ANI) May 15, 2020
0 Comments