સુરતઃ 7.78 લાખની રેલ ટિકીટ ખરીદનાર કોંગ્રેસના નેતાઓને ફલેગ ઓફ કરતા રોકવા પોલીસે અટક કરી


પોલીસના બેવડા વલણથી નારાજગી ભાજપના નેતા લીલીઝંડી બતાવે તો કોઇ વાંધો નહી. કોંગ્રેસ બતાવે તો વાંધો.
સુરત થી સુલતાનપુર જઈ રહેલી ટ્રેનને ફ્લેગઓફ કરવા આવેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતટ્રેનના મુસાફરોની 7.90 લાખની ટિકિટની ખર્ચ કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યો હતોજાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પોલીસનો આરોપ.
સુરતથી સુલતાનપુર  ( અમેઠી, ઉત્તર પ્રદેશ)ની ટ્રેન શ્રમજીવીઓને લઇને બપોરે રવાના થઇ ત્યારે ટ્રેનને લીલીઝંડી બતાવવા અને શ્રમજીવીઓને ફ્રીમાં ટિકીટ આપવા પહોંચેલા કોંગ્રેસના નેતાઓની જીઆરપીએ અટકાયત કરતા ભારે હંગામો મચી ગયો હતો.સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાને ધક્કે ચઢાવ્યા હતા.જો કે પોલીસને ભાજપના નેતા ભાજપનો ઝંડો ફરકાવીને ટ્રેન રવાના કરે તો વાંધો નથી પણ કોંગ્રેસના નેતાઓ સ્ટેશન પર જાય તો વાંધો પડી જાય છે એવો આક્રોશ કોંગ્રેસે વ્યકત કર્યો હતો.કોંગ્રેસના નેતાઓએ શ્રમિકો માટે રૂપિયા 7.78 લાખની રકમ ભરી હતી અને શ્રમજીવીઓની લાગણીને માન આપીને રેલવે સ્ટેશને ફલેગ ઓફ કરવા ગયા હતા.રેલવે પોલીસે 4 કોંગ્રેસી સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
 ગુરુવારે બપોરે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડીયા,  એઆઇસીસીના સભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા કદીર પીરઝાદા સહિતના નેતાઓની આગેવાનીમાં સુરતમાં વસતા પરપ્રાંતીય કામદાર ભાઈઓને વિનામૂલ્યે સુરતથી સુલતાનપુર ( અમેઠી, ઉત્તર પ્રદેશ) ટ્રેન મારફતે  રવાના કરવા સ્ટેશને પહોંચ્યા હતા, પણ જીઆરપીએ કોંગ્રેસના નેતાઓને સ્ટેશન પરથી હાંકી કાઢયા હતા જેને કારણે ભારે હંગામો થયો હતો.જીઆરપીએ તમામની ધરપકડ કરી હતી.જો કે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં  શ્રમજીવી સ્પેશિયલ ટ્રેનને ભાજપના ઝંડો બતાવીને રવાના કરી હતી ત્યારે પણ ભાજપના અનેક નેતાઓ સ્ટેશન પર હતા. પણ કોંગ્રેસના નેતાઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.શહેરના લોકોમાં ચર્ચા હતી કે આવા સમયમાં પણ રાજકારણીઓ શા માટે રાજકરણ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments