રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે એ મુજબ ગઈ કાલે 219 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહિતના તમામ લોકો હવે જલદીથી દેશની સ્થિતિ સામાન્ય થાય તેવા પ્રયાસમાં છે એવામાં જેમનામાં લક્ષણો નથી પણ પોઝિટિવ છે તેવા લોકોને હોસ્પિટલમાં રજા આપવામાં ખાસ પોલીસી બનાવવામાં આવી છે જે મુજબ ગઈકાલે 219 લોકોને રજા આપી દેવામાં આવી છે. નવી પોલીસીને કારણે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો આંક વધશે.
- રાજ્યમાં 219 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે
- 14માં દિવસે દર્દીનું ટેલિ-કોન્ફ્રન્સના માધ્યમથી તબીબ ફોલોઅપ લેશે
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 394 પોઝિટિવ કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં કોરોનાને કારણે હોસ્પિટલ ઉભરાવા લાગી છે. તો સામે ટેસ્ટિંગ કિટની પણ અછત વર્તાઈ રહી છે. એવામાં સરકારે પોતાની કોરોના સામે લડવાની રણનીતિ બદલવી પડી છે. સરકારે હવે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં દર્દીઓના ટેસ્ટ ઓછા કરવા ઉપરાંત તેમને વહેલી તકે રજા આપવાની વાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ વિભાગે પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યા છે. જેમાં લક્ષણ નહીં હોય તેવા દર્દીઓ હવે 10 દિવસમાં ડિસ્ચાર્જ થઇ શકશે. અને સામાન્ય કેસોમાં ડિસ્ચાર્જ અગાઉ દર્દીનો કોરોનાનો ટેસ્ટ નહીં થાય.
14માં દિવસે દર્દીનું ટેલિ-કોન્ફ્રન્સના માધ્યમથી તબીબ ફોલોઅપ લેશે
આ ઉપરાંત કોવિડ કેર ફેસિલિટીમાં દર્દીનું ટેમ્પરેચર, ઓક્સિમેટ્રી મોનિટરિંગ થશે અને 3 દિવસ સુધી લક્ષણો નહીં દેખાતા દર્દીઓ 10 દિવસમાં ડિસ્ચાર્જ થશે. આ ઉપરાંત દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન 95 ટકાથી નીચે જશે તો CDCમાં ખસેડાશે અને ડિસ્ચાર્જ બાદ દર્દીઓનો હોમઆઈસોલેશન સમયમાં પણ ફેરફાર કરાશે. જેમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓએ હવે 7 દિવસ આઈસોલેટ રહેવું પડશે. અગાઉ ડિસ્ચાર્જ દર્દીઓને હોમ આઈસોલેશન 14 દિવસ સુધી રખાતા હતા. અને 14માં દિવસે દર્દીનું ટેલિ-કોન્ફ્રન્સના માધ્યમથી તબીબ ફોલોઅપ લેશે.
219 દર્દીઓને અપાઈ રજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને હવે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7790ને પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 219 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત થયા છે..જો કે, છેલ્લા 7 દિવસની સરખામણીએ મૃત્યુઆંક ઘટ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
0 Comments