ધોરણ 12 સાયન્સનું પરિણામમાં છોકરાઓએ મારી બાજી, બે વર્ષથી વિદ્યાર્થિનીઓ હતી આગળ


ગાંધીનગર - આજે 17 મે રવિવારે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન બોર્ડની વેબસાઇટ www.gseb.org જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. જેમા વિદ્યાર્થીઓનું 71.69 જ્યારે વિદ્યાર્થિનીઓનું 70.85% પરિણામ આવતા છોકરાઓએ બાજી મારી છે.

ગત બે વર્ષનાં પરિણામમાં વિદ્યાર્થિનીઓ આગળ હતી.

વર્ષ 2019માં એટલે ગત વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. 2019માં વિદ્યાર્થિનીઓની ટકાવારી 72.01 હતી જ્યારે વિદ્યાર્થીઓની ટકાવારી 71.83 હતી. એ પહેલા પણ વર્ષ 2081ની વાત કરીએ તો તેમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 74.91 અને વિદ્યાર્થીઓની 71.84 હતી. ધો. 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાણવા અહીં કરો ક્લિક

સૌથી ઓછું પરિણામ ફિઝિક્સ વિષયમાં આવ્યું

ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.

અત્યારે માર્કશીટ નહીં મળે

મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસના સમયમાં સંક્રમણે ફેલાવો રોકવા માટે અને લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અત્યારે માત્ર પરિણામ જોઈ શકશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

Post a Comment

0 Comments