DRDOએ બનાવ્યુ UV Blaster Tower, 10 મિનિટમાં 12*12નો રુમ વાયરસ મૂક્ત કરવાની ક્ષમતા


એજન્સી, નવી દિલ્હી
દેશ-દુનિયામાં વધતા જતા કોરોના વાયરસ સંક્રમણના ખતરાને જોતા દુનિયાભરના વિજ્ઞાનીઓ વેક્સીન, દવા અને અન્ય જરુરી ઉપકરણો બનાવવાનું કામ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ખાસ પ્રકારનું ઉપકરણ બનાવવાનો દાવો કર્યો છે. DRDO મુજબ તેણે UV blaster tower બનાવવામાં સફળતા મેળવી છે. આ મશીન 12*12ના રુમને 10 મિનિટમાં વાયરસ મૂક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. 
DRDO મુજબ UV blaster towerથી કોરોના વાયરસના અતિ સંવેદનશીલ વિસ્તારોને ઓછા સમય વાયરસ મૂક્ત કરી શકાય એમ છે, મશીનને દિલ્હી સ્થિત DRDOની લેબ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર એ ગુરુગ્રામની ન્યૂ એજ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મટેરિયલ નામક કંપની સાથે મળીને બનાવ્યુ છે. 
DRDO મુજબ યૂવી બ્લાસ્ટર ટાવરને કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને વાયરસ મૂક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે એરપોર્ટ, શોપિંગ મોલ્સ, મેટ્રો, હોટલ, ફેક્ટરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપકરણને વાયફાય દ્વારા પર દૂરથી સંચાલિત કરી શકાય છે. આ મશીન 400 સ્ક્વેરફૂટ વિસ્તારને 30 મિનિટમાં વાયરસમૂક્ત કરી શકે છે.

Post a Comment

0 Comments