જીટીયુ દ્વારા આજે બીઇ અને ડિપ્લોમાની મોક ટેસ્ટ યોજાશે, આટલા લાખ વિધાર્થી જોડાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા બીઈ અને ડિપ્લોમાના અભ્યાસક્રમ માટે ઓનલાઇન મોકટેસ્ટ લેવાનું આયોજન કયુ છે. જીટીયુ દ્વારા બી.ફાર્મની મોક ટેસ્ટના સફળ આયોજન પછી ૨૩ મે ના રોજ બેચલર આફ એન્જિનિયરીંગ(બી.ઈ.) અને ડિપ્લોમાની વિવિધ શાખાઓની મોક ટેસ્ટ લેવામાં આવશે.

 જેમાં બી.ઈ. અને ડિપ્લોમાના અનુક્રમે સેમેસ્ટર ૨,૪,૬ અને સેમેસ્ટર ૨,૪ ના ૧૧૯૩૦૯ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપશે. વિદ્યાર્થીઓ મોબાઇલ , લેપટોપ કે અન્ય ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને ઓનલાઈન ટેસ્ટ આપી શકશે. જીટીયુ દ્વારા આયોજીત આ મોક ટેસ્ટમાં માત્ર ભારત જ નહીં, શ્રીલંકા, ભૂટાન અને મ્યાનમારથી પણ જીટીયુના વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

આ ટેસ્ટનું આયોજન પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે, જેમાં ૩૦ માકર્સના એમસીકયુ ટાઈપના પ્રશ્નો હશે. જેને ૩૦ મિનિટની સમયમર્યાદામાં પુરા કરવાના રહેશે તથા તેનું રિઝલ્ટ ત્વરિત વિદ્યાર્થી દ્વારા ઉપયોગ કરાયેલા ડિજિટલ ઉપકરણ પર જ મળી જશે. 

જીટીયુ દ્વારા આયોજિત આ મોક ટેસ્ટનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના ફાઈનલ મેરિટ સાથે કરવામાં આવશે નહીં. પરંતુ આ એક પ્રાયોગિક ધોરણે કરવામાં આવતી પ્રક્રિયા છે. એમસીકયુ પ્રકારના મોક ટેસ્ટ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ગેટ અને જીપેટ જેવી પરીક્ષામાં પણ મદદરૂ થશે.

 ૨૩ મેના રોજ યોજાનાર બી.ઈ. અને ડિપ્લોમાના મોક ટેસ્ટનો સમય અનુક્રમે ૧૨:૦૦ થી ૧૨:૩૦ અને ૨:૦૦ થી ૨:૩૦ કલાકે રહેશે

Post a Comment

0 Comments