લોકડાઉનનો સદઉપયોગ વ્યસન મૂક્તિ માટે, સ્વાસ્થ મંત્રાલયે વ્યસન છોડવાના ઉપાયો જણાવ્યા

વ્યસન છોડતી વેળાએ આવતા સમસ્યાઓ સામે કેવી રીતે ઝઝૂમશો તેનો વીડિયો સ્વાસ્થ મંત્રાલયે શરે કર્યો


કોરોના મહામારીને લીધે કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી દરેક દેશવાસી કોઇને કોઇ સમસ્યાથી ઝૂઝી રહ્યો છે, પરંતુ આ લોકડાઉનનો સમય કેટલીક ખરાબ આદતોને છોડવાની તક પણ લાવ્યુ છે. લોકડાઉન દરમિયાન કેટલાક રાજ્યોમાં થુકવા પર દંડ લાદવામાં આવ્યો છે તો પાન-મસાલા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. 

હવે સ્વાસ્થ મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સમયનો સદઉપયોગ કરી પાન-મસાલા, સિગરેટ કે અન્ય વ્યસનોથી મૂક્તિ મેળવી લે. મંત્રાલયે વ્યસન છોડવા માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે ખાસ પ્રકારના ઉપાયો પણ જાહેર કર્યા છે.  

સ્વાસ્થ મંત્રાલયે AIIMS દિલ્હી તરફથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા તમાકૂ અને સિગરેટની ખરાબ અસરો વિશે માહિતી આપી રહ્યા છે. આ પ્રકારના વ્યસનબંધાણીઓએ લોકડાઉનનો ઉપયોગ કરી વ્યસન છોડવાના યથાગ પ્રયત્ન કરવા જોઇએ. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યુ છે કે તમાકૂ, સિગરેટ કે પાન-મસાલા છોડવાની શરુઆતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, જેમાં ચિડીયાપણુ, ઊંઘ આવવી, તમાકૂ લેવાની તીવ્ર ઇચ્છા, કોઇ કામમાં મન ન લાગવુ જેવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળશે. પરંતુ થોડા જ સમયમાં આ મુશ્કેલીઓ ઓછી થવા લાગશે અને વ્યસનમાંથી મૂક્તિ મેળવી શકાશે. 
સ્વાસ્થ મંત્રાલયે તેના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તમાકૂ અને પાન-મસાલા છોડવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાં પોતાને વ્યસ્ત રાખવાનો, પરિવાર સાથે સમય પસાર કરવા, ગાર્ડનિંગ કે પુસ્તક વાંચવા જેવા ઉપાય દર્શાવવામાં આવ્યા છે. 
નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી 
વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે, તમાકૂ, સિગરેટ છોડવા માટે નિકોટીન ગમ કે નિકોટીન પૈચનો ઉપયોગ કરી શકાય છે, જેનાથી તમાકૂની તીવ્ર ઇચ્છા ઓછી કરી શકાય છે. આ સિવાય કેન્ડી, ટોફી, ઇલાયચી વગેરે ખાવાથી પણ તમાકૂની તીવ્ર ઇચ્છા ઓછી કરી શકાય છે.

Post a Comment

0 Comments