ગુજરાતમાં આજથી અમલી થયુ LOCKDOWN 4.0 , જાણો તમારા શહેરમાં શું છે ચાલુ, શું છ બંધ


આજથી 31મી મે સુધી દેશભરમાં લોકડાઉન 4 લાગુ છે પણ તેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ અમુક ગાઈડલાઈનને આધારે નોકરી-ધંધા ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવી છે.

  • કોરોના વાયરસનો કહેર
  • લોકડાઉન-4માં કેટલીક છૂટછાટ
  • નિયમો સાથે છૂટછાટ અપાઇ
લોકડાઉન-4માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી.અમદાવાદ પશ્ચિમમાં કન્ટેઈનમેંટ ઝોન બહાર છૂટછાટો અપાઇ છે. જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કોઈ જ છૂટછાટ નથી અપાઇ. તો રાજકોટમાં સોપારી લેવા માટે લોકોએ લાઇન લગાવી છે. અને મોટી સંખ્યામાં લોકો સોપારી લેવા પહોંચ્યા છે.

રાજકોટ, સુરતમાં પણ લોકો બહાર આવ્યા

જ્યારે સવારથી જ રાજકોટમાં ચાની કીટલી પર લોકોની ભીડ ઉમટી પડી છે. આજે સવારે ચાની કીટલી પર લોકોએ ચૂસ્કી માણી હતી. તો સુરતમાં પણ આજથી વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ કર્યા છે. મોબાઈલ, સલુન સહિતની દુકાન ખોલવાની મંજૂરી અપાઇ છે.

જાણો રાજ્યમાં શું ચાલું રહેશે અને શું બંધ?
સેવા અને વિગતોનોન કન્ટેનમેન્ટ ઝોનકન્ટેનમેન્ટ ઝોન
રેલ અને હવાઈ યાત્રા, રાજ્યો વચ્ચે સડક યાત્રાNONO
સ્કૂલ, કોલેજો, ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાNONO
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વેપાર, દુકાનો (ઓડ ઈવન પ્રમાણે)YESNO (પૂર્વ વિસ્તાર)
50-50 ટકા દુકાનો એક-એક દિવસે ખુલશે (પ થી વધારે ભેગાં નહીં)YESNO
શાકભાજી, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓ (સવારે 8થી 3)YESYES
પાન-મસાલા, હેર સલૂન, બ્યુટીપાર્લરYESNO
જીમ, સ્વિમિંગ પૂલ, ક્લબ, બગીચા, મનોરંજન પાર્ક વગેરેNONO
મોલ અને મોલની દુકાનો, સિનેમા, મલ્ટિપ્લેક્સNONO
સ્ટ્રીટ વેન્ડર્સ (શાકભાજી ફેરિયા સિવાય)NONO
ધાર્મિક સ્થળો અને ધાર્મિક પ્રવૃત્તિઓNONO
સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે ઉદ્યોગોYESNO
ST બસ સેવા (અમદાવાદ સિવાય)YESNO
AMTS અને અન્ય શહેરની સિટી બસ, ખાનગી બસNONO
સાંજે 7 થી સવારે 7 વચ્ચે જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવુંNONO
દવાખાના / OPDYESYES
સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા (2+1), ટેક્સીYESNO
અમદાવાદ અને સુરતમાં ઓટો રિક્ષાNONO
કેબ, ટેક્સી (1+2)YESNO
પ્રાઈવેટ કાર (2+1), ટુ વ્હીલર (એક સવારી)YESNO
ખાનગી ઓફિસ (33% સ્ટાફ)YESNO
રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરી (હેલ્થ કાર્ડ સાથે)YESNO
માલસામાનની હેરફેર માટેની ટ્રકોYESYES
લગ્નમાં 50 લોકો અને મરણમાં 20YESYES
હીરાના કારખાના, લૂમ્સના કારખાના 50 ટકાના સ્ટાફYESNO
પબ્લિક લાયબ્રેરી (60 ટકા કેપીસિટી)YESNO
સિટી વિસ્તારની બહાર ઢાબાYESNO
10 વર્ષથી ઓછી, 65 વર્ષથી વધુની ઉમરની વ્યક્તિ અને ગર્ભવતી મહિલાનું બહાર નીકળવુંNONO
ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો, મનરેગા, ફૂડ પ્રોસેસિંગ, ઇંટ ઉત્પાદનYESNO
રિપેરિંગ શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનYESNO
અન્ય નિયમો:
  • જાહેરમાં થૂંકનારને 200 રૂપિાયનો દંડ, માસ્ક નહીં પહેરનારને પણ 200 રૂપિયાનો દંડ
  • પાન-ગલ્લા પર ગ્રાહકો ઉભા રહી શકશે નહીં
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે
  • ઓડ ઈવન એટલે એક દિવસે 50 ટકા ખુલ્લું રહેશે અને બીજા દિવસે 50 ટકા
  • અમૂલના પાર્લર પર 3 લેયર (રૂ.5) અને N 95 (રૂ.65)માં માસ્ક મળશે

Post a Comment

0 Comments