ગુજરાતમાં કેવુ હશે લોકડાઉન 4.0? આ રહી ગાઈડલાઈન, કેન્દ્રના આદેશ બાદ થશે લાગૂ


ગુજરાતમાં લોકડાઉન 4.0ની ગાઈડલાઈન તૈયાર કરી દેવામાં આવી છે ખાલી કેન્દ્રની હરીઝંડીની રાહ જોવાઈ રહી છે ત્યારે શું હશે લોકડાઉન 4.0 અને તે અગાઉના લોકડાઉનથી કેવી રીતે થશે લાગૂ? તે જાણવું જરૂરી છે તો આ રહી બ્લુ પ્રિન્ટ જાણો કે કેવું હશે લોકડાઉન 4.0. જાણો.

  • ગુજરાતમાં લોકડાઉન 4.0 ની ગાઇડલાઇનને અપાયું અંતિમ રૂપ
  • આજે જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન
  • લોકડાઉન 4.0 ની 18 મેથી થશે શરૂઆત
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ છે. જેમાં લોકડાઉન મુદ્દે રાજ્ય સરકાર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે જેને કેન્દ્ર સરકાર સામે રજૂ કરવામાં આવશે અને તેનો વિધિવત જાહેરાત કરવામાં આવશે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન રહી શકે છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં છુટાછાટ અપાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રખાશે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવાશે.

લોકડાઉન 4.0 ની 18 મેથી થશે શરૂઆત

  • લોકડાઉન 4.0 માં આપવામાં આવી શકે છે છૂટછાટ
  • કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં મળી શકે છે છૂટ
  • કન્ટેનમેન્ટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ યથાવત
  • ગ્રીન ઝોનમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી શકે છે
  • ઇ-કોમર્સ કંપનીઓને રેડ ઝોનમાં સામાન ડિલવરીની છૂટ મળી શકે છે
  • રાજ્ય સરકારો હોટસ્પોટ વિસ્તાર નક્કી કરી શકશે
  • સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ રહેશે બંધ
  • કન્ટેમેન્ટ સિવાયના વિસ્તારમાં સલૂન અને સ્પાની દુકાનોને મળી શકે છે છૂટ
  • ઓરેન્જ ઝોનમાં સામાન્ય પ્રતિબંધ લાગુ રહેશે
  • રેલ અને હવાઇ સેવા પણ તબક્કાવાર શરૂ કરાશે
  • રેડ ઝોનમાં ઓટો રીક્ષા અને ટેક્સી સેવાને મળી શકે છે મંજૂરી
  • ઓડ-ઇવન પદ્વતીથી દુકાનો ખોલવા અપાઇ શકે છે મંજૂરી
ધંધા અને દુકાનો વાર મુજબ શરૂ થઈ શકે

ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વધુ પડતી છૂટછાટ આપવામાં આવી શકે. જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાં અઠવાડિયામાં બે દિવસમાં ડિવાઈડ કરવામાં આવશે અને કયા વારે કયો ધંધો શરૂ કરવા દેવાશે તેની જાહેરાત કરવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસનો વધતો કહેર
  • ગુજરાતમાં 10 હજાર નજીક પહોચ્યો પોઝિટિવનો આંક
  • રાજ્યમાં કુલ 9931 કોરોના પોઝિટિવ કેસ
  • 4 હજાર 35 દર્દીઓ કોરોના પોઝિટિવ બાદ સાજા થયા
  • કોરોનાથી રાજ્યમાં કુલ 606 લોકોના મૃત્યુ થયા
  • અમદાવાદમાં 7171, વડોદરામાં 620 કેસ
  • સુરતમાં 1015, રાજકોટમાં 78 પોઝિટિવ કેસ
  • ભાવનગરમાં 103, આણંદમાં 82 કેસ
  • ભરૂચમાં 32, ગાંધીનગરમાં 157 કેસ
  • પાટણમાં 35, પંચમહાલમાં 68 પોઝિટિવ કેસ
  • બનાસકાંઠામાં 83, નર્મદામાં 13 પોઝિટિવ કેસ
  • છોટા ઉદેપુરમાં 21, કચ્છમાં 14 પોઝિટિવ કેસ
  • મહેસાણામાં 73, બોટાદમાં 56 પોઝિટિવ કેસ
  • પોરબંદરમાં 4, દાહોદમાં 20 પોઝિટિવ કેસ
  • ગીર સોમનાથમાં 23, ખેડામાં 34 કેસ
  • જામનગરમાં 34, મોરબીમાં 2 કેસ
  • સાબરકાંઠામાં 29, અરવલ્લીમાં 77 કેસ
  • મહીસાગરમાં 48, તાપી 2, વલસાડમાં 6 કેસ
  • નવસારીમાં 8, ડાંગમાં 2, સુરેન્દ્રનગરમાં 4 કેસ
  • દ્વારકામાં 12, જૂનાગઢમાં 4, અમરેલીમાં 1 કેસ

Post a Comment

0 Comments