સૌરાષ્ટ્રમાંથી અન્ય જિલ્લામાં જવા માંગતા લોકો માટે સૌથી મોટા સમાચાર, જાણીને પછી મુસાફરી કરજો, નહીં તો.


રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી અન્ય જિલ્લામાં જવા માંગતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. હવેથી રાજકોટ એસટીથી વધુ 9 જિલ્લાઓની બસ ઉપડવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે.

એસટી વિભાગે લીધેલા નિર્ણય પ્રમાણે રાજકોટથી મોરબી, સુરેન્દ્રનગરની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સિવાય રાજકોટથી સુરેન્દ્રનગર, જૂનાગઢની બસ સેવા શરૂ કરાઈ છે. રાજકોટથી જામનગર, સાવરકુંડલાની બસ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને ભૂજ રૂટની ST બસો શરૂ થવા જઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર એસટી ડેપો પરથી ઉપડતી બસોમાં મુસાફરી કરવા માટે ટીકીટ ઓનલાઇન બુકિંગ કરવાની રહેશે. અને પેમેન્ટ પણ ઓનલાઇન ચૂકવવાનું રહેશે. બસમાં કંડકટર ટીકીટ નહિ આપે, માત્ર સામાજિક અંતર જળવાઈ અને અન્ય વ્યવસ્થા માટે કંડક્ટર હાજર રહેશે. ઓનલાઇન ટીકીટ બુકિંગ gsrtc. in પર થશે.

બસ નો સમય
પોરબંદર એસટી ડેપો પરથી રાજકોટ માટે સવારે 8 વાગ્યે અને સવારે 9 વાગ્યે એક્સપ્રેસ બસ ઉપડશે, જે વાયા રાણાવાવ, કુતિયાણા, ઉપલેટા, જેતપુર થઈને રાજકોટ જશે,અને ત્યાંથી બપોરે 1 વાગ્યે અને 2 વાગ્યે પોરબંદર આવવા ઉપડશે.

પોરબંદરથી જૂનાગઢ સવારે 9 કલાકે અને 10 કલાકે ઉપડશે જે રાણાવાવ, કુતિયાણા, બાટવા થઈને જૂનાગઢ જશે. ત્યાંથી બપોરે 12 : 30 અને 1 : 30 કલાકે પરત આવવા ઉપડશે, પોરબંદરથી વેરાવળ સવારે 9 કલાકે બસ ઉપડશે જે માધવપુર, માંગરોળ થઈ વેરાવળ પહોંચશે. અને ત્યાંથી પોરબંદર આવવા બપોરે 1 : 15 કલાકે ઉપડશે.

Post a Comment

0 Comments