Super Cyclone Amphan: તોફાનમાં આવી રીતે ફેંકાયા અનેક ટ્રક


સુપર સાઇક્લોન અમ્ફાન (Super Cyclone Amphan)થી પશ્ચિમ બંગાળ (West Bengal) અને ઓડિશા (Odisha)માં ભારે નુકસાન થયું છે. આ સદીનું પહેલું સુપર સાઇક્લોન બુધવાર બપોરે લગભગ અઢી વાગ્યે કાંઠા સાથે ટકરાયું. વાવાઝોડા હવે ભારતથી બાંગ્લાદેશ (Bangladesh) તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) મુજબ છેલ્લા 6 કલાકમાં તેની ઝડપ ઓછી થઈને 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. જ્યારે બુધવારે તેની ઝડપ 190 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હતી.

ચારે તરફ વિનાશના દૃશ્યો

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ચારે તરફ વિનાશ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું એટલું ખતરનાક હતું કે રસ્તા પર ઊભેલા ટ્રક પણ પલટાઈ ગયા હતા. બંગાળના રાજ્યપલ જગદીપ ધનખડેએ વાવાઝોડાની પ્રચંડતા દર્શાવતો એક વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, લોકોનાં મોત અને જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં હતો. એજન્સીઓની સતર્કતાથી નુકસાનને ઓછું કરવામાં સફળતા મળી છે. રાહત કાર્યોમાં મદદ માટે તમામ લોકોએ આગળ આવવું જોઈએ.



નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે આ વાવાઝોડું કોરોના વાયરસથી આપત્તિથી મોટી હતી. તેઓએ કહ્યું કે આ તોફાનમાં ઓછામાં ઓછા 10-12 લોકોએ જીવ ગુમાવ્યા. તેઓએ કહ્યું કે, અનેક વિસ્તારો નષ્ટ થઈ ગયા. મેં આવે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કર્યો. ઓછામાં ઓછા 10-12 લોકોનાં મોત થયા છે. નંદીગ્રામ અને રામનગર...ઉત્તર તથા દક્ષિણ 24 પરગનાના બે જિલ્લા સમગ્રપણે નષ્ટ થઈ ગયા છે.

Post a Comment

0 Comments