કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉનમાં ચોથા તબક્કામાં રાજય સરકારે છૂટછાટો આપ્યા બાદ આજથી સુરતમાં વેપાર ઉધોગ શરુ થવાના છે. તેવામાં આજે સુરતથી 51000 શ્રમિકોને લઇને સુરતથી ઉતરપ્રદેશની 24, બિહારની 7 અને ઝારખંડની એક મળીને 32 ટ્રેનો ઉપડશે. લૉકડાઉન બાદ આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર ટ્રેન ઉપડશે. અત્યાર સુધીમાં 205 ટ્રેનોમાં 3 લાખ શ્રમિકોની વતન વાપસી થઇ ચૂકી છે.
કોરોના વાઇરસ લઇને લૉકડાઉન વચ્ચે આજથી સુરતમાં તમામ ઉધોગો શરુ કરવાના છે. તેવામાં આ ઉધોગો શ્રમિકો વગર કેમ ચાલે તે પ્રશ્ન છે. તેવામાં સુરતથી છેલ્લા કેટલાક દિવસ શ્રમિકો ટ્રેન દ્વારા પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. ત્યારે આજે સુરતથી સૌથી વધુ ટ્રેન શ્રમિકોને લઇને તેમના વતન તરફ નીકળશે. સુરત શહેરમાંથી શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેનો ગત 2 મેએ દોડાવવાનું શરૂ કર્યા બાદ આજદિન સુધીના અઢાર દિવસોમાં એક પણ વખત ટ્રેનોના પૈડા થંભ્યા નથી. ટ્રેનો સુરત રેલ્વે સ્ટેશનથી સતત ઉપડી જ રહી છે.
હાલમાં ઓડિશા માટે ટ્રેનો બંધ છે. તો સુરત જિલ્લા કલેકટરાલયના તંત્ર દ્વારા ઉતરપ્રદેશની વધુ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યુ છે. સુરત રેલ્વે સ્ટેશન પરથી અત્યાર સુધીમાં 205 ટ્રેનો દોડી ચૂકી છે. આ ટ્રેનોમાં 3 લાખ શ્રમિકો વતન પહોંચી ગયા છે. ત્યારે આજે ઉતરપ્રદેશની 24, બિહારની 7, ઝારખંડની એક મળીને કુલ 32 ટ્રેનોની રાજય સરકારે મંજૂૂરી આપી હોવાથી સુરતથી 51000 શ્રમિકોને લઇને સુરતથી રવાના થશે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનો ઉપડવાની હોવાથી સુરત રેલ્વે સ્ટેશનથી 29 અને ઉધના સ્ટેશનથી 3 મળીને 32 ટ્રેનો ઉપડશે. આમ લોકડાઉન બાદ પ્રથમ વખત ઉધના રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનો ઉપડશે. જોકે આજ રીતે શ્રમિકો વતન તરફ જતા રહશે તો સુરતના આજથી શરુ કરવામાં આવતા ઉધોગો શરુ થાય તે પહેલા બંધ થઇ જાય તો નવાઈની વાત નથી.
0 Comments